Welcome
New emails:
News
26-12-2009
GUJARATI RECIPES ON www.desigujju.com ગુજરાતીઓની ખરી ઓળખાણ તેમની નાત-જાત કે નામ-કામમાં નથી પરંતુ ખરું ગુજરાત અને ગુજરાતીઓ તો ખમણ-ઢોકળાં અને સુખડી-શીરાથી ઓળખાય છે. ગુજરાતીઓનાં પેટ અને હૃદય પર રાજ કરતી આ ગુજરાતી થાળીમાં હવે બહારની અવનવી વાનગીઓની ઘૂસણખોરી થતાં તેના સ્વાદ અને શોભામાં ખરેખર ચાર ચાંદ લાગી ગયા છે! Foodજાણે કે ટ્રેડિશનલ ગુજરાતી થાળી તો માત્ર ઉમરલાયક વડીલો માટે જ હોય તેમ અત્યારના યંગસ્ર્ટસ અને બાળકો તેમાં નવા ટેસ્ટ અને ફલેવર્સ ઇરછતા હોય છે, જેથી કરીને તેમને ‘ઘર જેવાં’ કરતાં કંઈક અલગ મળે. અમદાવાદના જજીસબંગલો રોડ પરની એક જાણીતી ગુજરાતી રેસ્ટોરન્ટના શેફ નેનારામ ચૌધરી કહે છે -‘ગુજરાતી ભાણું તો લોકો ઘરમાં પણ ખાતા હોય છે, ગુજરાતી ફૂડને ફયૂઝન ફૂડ બનાવીને પીરસીએ તો ખાનારને મજા જ પડી જાય!’ એટલે જ તો ગુજજુઓને તેમના જ પ્રદેશની વાનગીઓની સાથે સાથે આડોશપાડોશમાંથી ઇમ્પોર્ટ કરેલી વાનગીઓ પીરસીએ છીએ. વેજ બોલ્સ વિથ મંચુરિયન, વેજિટેબલ ક્રિસ્પી, આલુ ટિક્કી, ટિક્કી વિથ રાજમા, પાલક મૂડિયાં જેવા સ્ટાર્ર્ટસ અત્યારે ટ્રેન્ડમાં છે. સબ્જીમાં પણ ગુજરાતી સબ્જીની સાથે પનીર બટર મસાલા, પાલક પનીર, કોર્ન પનીર, કાજુ બટર જેવી પંજાબી સબ્જી પણ લિજજતમાં વધારો કરે છે. ફરસાણમાં ચાઇનીસ સ્પ્રિંગ રોલ, સમોસા, પેન કેક, વોન્ટન જેવી ચાઇનીસ વેરાયટી હવે ખૂબ લોકપ્રિય બની છે. આ બધાં કરતાં તદ્દન વિરોધી સાઉથ ઇન્ડિયન વાનગીઓ પણ ગુજરાતી થાળીની કાયમી મહેમાન બની ગઈ છે. રોલઢોંસા, ઉત્તપા કે ચીઝ ઉત્તપા તેમાંની જ અમુક વાનગીઓ છે. રાજસ્થાની દાલબાટી, બેસન ગટ્ટા, રાજસ્થાની કઢી જેવી વાનગીઓ પણ ગુજરાતીઓ ચાર મોંઢે ખાય છે. ટુરિંગ જોબના કારણે મોટેભાગે બહાર જ જમતા બિઝનેસમેન ભરત મોદી કહે છે - ‘‘જયારે હું બહાર ગુજરાતી થાળી જમું છું ત્યારે મને ઘર જેવું જમ્યાનો સંતોષ થાય છે પણ જો તેમાં પંજાબી, ચાઇનીસ વગેરે વેરાયટી ન હોય તો હું ગુજરાતી થાળી ખાવાનું જરાય પસંદ નહીં કરું.’’ બપોરના ફિકસ દાળ, ભાત, શાક, રોટલી જમતાં પરિવારોમાં પણ રાતના ખીચડી, ભાખરી-શાક તો ધીમે ધીમે અદ્દશ્ય થઈ રહ્યાં છે. વડીલોવાળા ઘરોમાં તો હજુ પણ આ ટ્રેડિશનલ ફૂડ બને છે પરંતુ બાળકો અને યંગસ્ર્ટસ ના સાંજનાં ભોજનમાં ઇડલી સંભાર, સેન્ડવિચ, પિઝા, ચીઝ-ઓનિયન પરોઠા, ભાજીપાંઉ જેવા ફાસ્ટ ફૂડનો જ ઈજારો જોવા મળે છે. હાઉસવાઇફ કુસુમબહેન પટેલ કહે છે,‘અત્યારના ફયૂઝન ફૂડના ફંડામાં લોકો સાચું ગુજરાતી ભાણું ભૂલી રહ્યાં છે, જેમાં ભાખરી, રોટલા, રીંગણનું ભડથું વગેરે આવે છે. મારાં બાળકો પણ રાતનાં ભોજનમાં ‘અલગ અલગ’ વેરાયટીથી ટેવાયેલાં છે.’’ આ અલગ અલગ વેરાયટી લાવવાના ચક્કરમાં હાંડવો, ઢોકળાં જેવી ગુજજુ આઇટમો ખૂટી પડી છે અને નૂડલ્સ જેવી પંજાબી, રાજસ્થાની, ચાઇનીસ અને સાઉથ ઇન્ડિયન આઇટમોએ આપણાં રસોડામાં અવરજવર શરૂ કરી દીધી છે. પરંતુ લોકોના આ પ્રકારના બદલાયેલા ટેસ્ટને કારણે લગ્નપ્રસંગે પણ આ જ પ્રકારનું ફયૂઝન મેનુ રાખવામાં આવે છે. ગુજરાતી રસોઇના એકસપર્ટ શેફ્સ એવું માને છે કે જો રિયલ ગુજરાતી ફૂડ બનાવવામાં આવે તો આજની જનરેશનને તેમાં જરાય રસ ન પડે. એટલે જ તો ફેશનની જેમ ફૂડને પણ એડવાન્સ કરવામાં આવે છે. ગમે તે કહો, ભરપેટ જમ્યા પછી પણ જેને જોઈને મોંમાં પાણી આી જાય તેને કહેવાય ‘ગુજરાતી થાળી’! ગુજરાતી થાળીમાં તમારી પસંદગી શું? ગુજરાતી થાળીની સંપૂર્ણતા સાબિત કરે છે ડો. સિદ્ધાંર્થ શાહ. (ડાયેટિશિયન - બોડીલાઇન - હેલ્થકલબ). રોટલી-ઓઇલી પરોઠાથી પચવામાં હલકી સુગરલેવલ અનિયંત્રિત કરતી બ્રેડ કરતાં સારી. શાકભાજી-ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર શાકભાજી અને કઠોળ ગુજરાતી થાળીમાં કાયમી જોવા મળે છે. પનીર, ઘી, બટર જેવા હેવી ફેટ ધરાવતાં પંજાબી શાકથી ખૂબ સારી. દાળ, બ્લડ સેલ્સ અને સ્કીન સેલ્સના રિકન્ટ્રકશન માટે જરૂરી પ્રોટીન પૂરું પાડે છે. ભાત-ઉત્તરભારતના ઘઊ અને દક્ષિણ ભારતના ચોખાનું શ્રેષ્ઠ મિશ્રણ ગુજરાતી થાળીમાં ચોખા યોગ્ય માત્રામાં ખૂબ ફાયદાકારક. ખીચડી - દરેક ઉમરનાં લોકો માટે સર્વોત્તમ આહાર.  
02-12-2009
Ankur Jain, TNN 30 November 2009, 05:35am IST AHMEDABAD: Even as world leaders prepare to meet in Copenhagen to fight against global warming, some 45,000 Patidar farmers in Unjha have taken a Twitter Facebook Share Email Print Save Comment collective pledge to switch over to drip irrigation to conserve water. The pledge was taken on Saturday evening at the massive 18th centenary celebration of Umiya Maa temple at Unjha. Another 45,000 are expected to take the oath soon, taking the number to almost a lakh. The pledge assumes significance given that the monsoon has left many parts of Gujarat high and dry this year. At present, barely five per cent of Gujarat’s irrigation needs are met by drip irrigation, a system which helps conserve precious resources by allowing water to drip slowly to the roots of plants through a network of pipes. “The pledge will hopefully start another green revolution in Gujarat,” says Narayan Patel, local BJP MLA and one of the organizers of the Patidar meet. “Drip irrigation uses 50 per cent less water than the traditional methods. Farmers in Deesa, who supply potatoes to MNCs, have already reaped the benefits of this system.” Experts say the Patidars are sending out the right message. “This is welcome news when you consider that only four districts in the state have received normal rainfall this year,” says Anand Agricultural University vice chancellor MC Varshneya. “Apart from saving water, drip irrigation improves yield and lowers labour cost.” “More than two-third of the state’s cultivable land is semi-arid or arid. This year we have limited water to cover the 18 lakh hectares under the Sardar Sarovar Project Command Area. The answer to the problem is drip irrigation. I hope more farmers are inspired from Unjha,” says RB Maraviya, executive director of agriculture, Sardar Sarovar Narmada Nigam Limited.  
 
Dating Advice   |  Take tour   |   Success Stories   |  FAQ   |  Video Jone   |  Office Address   |  Disclaimer
©2007Patidar Samast Seva Samaj.All Rights Reserved
Your Suggestion  |  Help  |  News  |  Site Map